દર વર્ષની જેમ આ વર્ષે અમારી ભાચુંડા શાળાએ માનપુરા સી. આર. સી. કક્ષાએ યોજાયેલાવિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને અમારી શાળાની બે વિજ્ઞાન કૃતિઓ તાલુકા કક્ષા સુધી પહોચી હતી અને એક વિજ્ઞાન કૃતિ જીલ્લા કક્ષા માટે પસંદ થઇ હતી.
જેમાં બાલવૈજ્ઞાનિક તરીકે જાડેજા ભાવીકાબા અને જાડેજા ધર્મિષ્ઠાબાએ તેમજ બીજા વિભાગમાં ભરાડીયા ભાવના અને નાખુવા આયુષી એ ભાગ લીધો હતો.
તેમજ માર્ગદર્શક શિક્ષક તરીકે ખુમાનસિંહ અને ચેતનકુમાર રહ્યા હતા.
વિજ્ઞાન કૃતિ ચુંબકની કમાલ ની મુલાકાત લેતા કોઠારાના સરપંચ શ્રી મોકાજી સોઢા તેમજ સાથે સી.આર.સી. કો. શ્રી પ્રતાપસિંહ સોઢા સાહેબ અને તેમને સમજ આપતી બાલવૈજ્ઞાનિક જાડેજા ભાવિકાબા.
સી. આર. સી. કક્ષાએ યોજાયેલા વિજ્ઞાન પ્રદર્શનમાં સમાપન કાર્યક્રમમાં પ્રતિભાવ આપતા શ્રી ભાચુંડા શાળાના બાલવૈજ્ઞાનિક જાડેજા ભાવીકાબા.
બી. આર. સી. કક્ષાના રાતાતલાવ ખાતે યોજાયેલા વિજ્ઞાન પ્રદર્શનમાં સન્માન સ્વીકારતા માનપુરા સી. આર. સી. કો. અને બાલવૈજ્ઞાનિક બાળકો સાથે માર્ગદર્શક શિક્ષકો .
અમારી ભાચુંડા શાળાની કૃતિ ચુંબકની કમાલ જીલ્લા કક્ષા માટે પસંદ થઇ હતી.
જીલ્લા કક્ષાના બિદડા ખાતે યોજાયેલા વિજ્ઞાન પ્રદર્શનમાં શ્રી ભાચુંડા શાળાની કૃતિ ચુંબકની કમાલ અને બાલવૈજ્ઞાનિક જાડેજા ભાવીકાબા અને જાડેજા ધર્મિષ્ઠાબા તેમજ માર્ગદર્શક શિક્ષક ખુમાનસિંહ.
વિજ્ઞાન કૃતિ ચુંબકની કમાલ ની જીલ્લા કક્ષાના બિદડા ખાતે યોજાયેલા વિજ્ઞાન પ્રદર્શનમાં મુલાકાત લેતા માનપુરાના સી.આર.સી. કો. શ્રી પ્રતાપસિંહ સોઢા સાહેબ તેમજ સાથે કોઠારાના સી.આર.સી. કો. શ્રી નારણભાઈ પરગડુ અને અબડાસા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી રામસંગજી જાડેજા