Saturday 18 June 2011

"શાળા પ્રવેશોત્સવ ૨૦૧૧-૨૦૧૨"




                 શાળા પ્રવેશોત્સવ ૨૦૧૧-૨૦૧૨ અને  કન્યા કેળવણી મહોત્સવ નિમિતે શ્રી ભાચુંડા  પ્રાથમિક શાળા માં પ્રવેશોત્સવ ની ઉજવણી ૧૮/૦૬/'૧૧ ના કરવામાં આવી હતી. જેમાં ધો : ૧ ના બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. 
                              આ પ્રસંગ નિમિતે નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી વી.એન.ઠક્કર સાહેબ અને સી.આર.સી.કો. વાયોર શ્રી મનુભા સોઢા સાહેબ પધાર્યા હતા. તેમણે પોતાના હસ્તે ધો : ૧ બાળકોને પ્રતિકભેટ આપીને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.









             શાળા પ્રવેશોત્સવ ૨૦૧૧-૨૦૧૨ અને  કન્યા કેળવણી મહોત્સવ નિમિતે પ્રતિજ્ઞા લેતા ગ્રામજનો સાથે અધિકારીશ્રીઓ 
આ પ્રસંગે બાળકો માટે દફતર,સ્લેટ વગેરે માટે મંધરા ઈલીયાસભાઈ નો સહયોગ મળ્યો હતો.
 




             શાળા પ્રવેશોત્સવ ૨૦૧૧-૨૦૧૨ અને  કન્યા કેળવણી મહોત્સવ નિમિતે શાળાની બાલિકાઓ એ  અભિનયગીત રજુ કર્યું હતું...... સુંદર વેશભૂષા માં નજરે પડતી બાળાઓ.

Sunday 12 June 2011

'' મુલાકાત દ્વારા શિક્ષણ ''





      '' મુલાકાત દ્વારા શિક્ષણ '' ના હેતુથી શ્રી  ભાચુંડા પ્રાથમિક શાળાના બાળકો દેનાબેંક કોઠારાની મુલાકાતે.....

       દેનાબેંકમાં ફોર્મ બાળકોને ભરાવીને બેંકના કામકાજ ને સમજાવતા બેંક અધિકારીશ્રી........
 









       દેનાબેંક કોઠારાની મુલાકાતે શાળાના બાળકો સાથે  શિક્ષકો ખુમાનસિંહ અને ચેતનકુમાર.. આ મુલાકાતમાં બેંક કર્મચારીઓ રાજુભાઈ, સોનીભાઇ, વિજયભાઈ નો ખુબ જ સારો સહયોગ મળ્યો








   '' મુલાકાત દ્વારા શિક્ષણ '' ના હેતુથી શ્રી  ભાચુંડા પ્રાથમિક શાળાના બાળકો પોલીસ સ્ટેશન કોઠારાની મુલાકાતે.....
     
     પોલીસની કામગીરી વિશે બાળકોને માહિતગાર કરતા પોલીસ અધિકારીશ્રી...





        પોલીસ સ્ટેશન કોઠારાની મુલાકાતે શાળાના બાળકો સાથે  શિક્ષકો ખુમાનસિંહ અને ચેતનકુમાર.. આ મુલાકાતમાં પોલીસ કર્મચારીઓનો ખુબ જ સરસ સહયોગ મળ્યો હતો. તેમને બાળકોને વાયરલેસ સેટ અને અન્ય સામગ્રી બતાવીને તેની યોગ્ય સમજ આપી હતી.

Saturday 11 June 2011

રમતોત્સવ : ૨૦૧૦-૧૧

                                    સી.આર.સી. ક્ક્ષાના રમતોત્સવ : ૨૦૧૦-૧૧ માં દર વર્ષની જેમ અમારી શ્રી ભાચુંડા પ્રાથમિક શાળાએ ભાગ લીધો હતો..જેના કેટલાક અંશ આપ સમક્ષ મુક્યા છે.
  યોગમાં જાડેજા ભાવીકાબાએ અને જાડેજા વિરમદેવસિંહ એ ભાગ લીધો હતો
ગોળાફેંક સ્પર્ધામાં જાડેજા ધર્મિષ્ઠાબાએ સી.આર.સી. ક્ક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. કબ્બડીમાં કુમારો ની ટીમ પણ સી.આર.સી. ક્ક્ષાએ વિજેતા રહી હતી...
             શિક્ષકોની  ૧૦૦મી. દોડમાં સી.આર.સી. ક્ક્ષાએ ખુમાનસિંહ પ્રથમ રહ્યા હતા.
                                                                                                                    શ્રી ભાચુંડા પ્રાથમિક શાળાના  મુખ્ય શિક્ષક ખુમાનસિંહ અને સી.આર.સી.કો. શ્રી પ્રતાપસિંહ સોઢા કન્યાઓની ખો-ખો ની રમત શરુ કરાવતા નજરે પડે છે. ખો-ખોની રમતમાં ખુમાનસિંહ નિર્ણાયક રહ્યા હતા. શ્રી ભાચુંડા પ્રાથમિક શાળાના શિક્ષક ચેતનકુમાર કબ્બડ્ડીની રમતમાં નિર્ણાયક રહ્યા હતા.


Wednesday 8 June 2011

" વાંચે ગુજરાત "




શ્રી ભાચુંડા પ્રાથમિક શાળામાં "વાંચે ગુજરાત" અંતર્ગત ગામની મહિલાઓ તેમજ વિદ્યાર્થીઓએ શાળામાં પુસ્તકાલય સ્ટોલની મુલાકાત લઇને પુસ્તકોનું વાંચન કર્યું હતું.


" વાંચે ગુજરાત સ્પર્ધાઓ "



 
 
શ્રી ભાચુંડા પ્રાથમિક શાળામાં "વાંચે ગુજરાત"  નિમિતે શાળા માં દાતા રકમસિંગ દ્વારા પ્રસાદ આપવામાં આવ્યો હતો 





શ્રી ભાચુંડા પ્રાથમિક શાળામાં "વાંચે ગુજરાત" અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં બાળકોએ હોંશભેર ભાગ લીધો હતો.






  




ચિત્ર સ્પર્ધામાં બાળકોએ સુંદર મજાના ચિત્રો દોર્યા હતા.
સ્પર્ધાના ક્રમાંક : 
(1)  હેતલ 
(૨)  ભાવના 
(૩)  રોનક 







" ગણિત - વિજ્ઞાન પ્રદર્શન 2010 - 11 "


દર વર્ષની જેમ આ વર્ષે અમારી ભાચુંડા શાળાએ માનપુરા  સી. આર. સી. કક્ષાએ યોજાયેલાવિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને અમારી શાળાની  બે વિજ્ઞાન કૃતિઓ તાલુકા કક્ષા સુધી પહોચી હતી અને એક  વિજ્ઞાન કૃતિ જીલ્લા કક્ષા માટે પસંદ થઇ હતી.

જેમાં બાલવૈજ્ઞાનિક તરીકે જાડેજા ભાવીકાબા અને જાડેજા ધર્મિષ્ઠાબાએ તેમજ બીજા વિભાગમાં ભરાડીયા ભાવના અને નાખુવા આયુષી એ ભાગ લીધો હતો.
તેમજ માર્ગદર્શક શિક્ષક તરીકે ખુમાનસિંહ  અને ચેતનકુમાર રહ્યા હતા.
 






વિજ્ઞાન કૃતિ ચુંબકની કમાલ ની મુલાકાત લેતા કોઠારાના સરપંચ શ્રી મોકાજી સોઢા તેમજ સાથે સી.આર.સી. કો. શ્રી પ્રતાપસિંહ સોઢા સાહેબ અને તેમને સમજ આપતી  બાલવૈજ્ઞાનિક જાડેજા ભાવિકાબા.






 સી. આર. સી. કક્ષાએ યોજાયેલા વિજ્ઞાન પ્રદર્શનમાં સમાપન કાર્યક્રમમાં પ્રતિભાવ આપતા શ્રી ભાચુંડા શાળાના બાલવૈજ્ઞાનિક જાડેજા ભાવીકાબા.





 બી. આર. સી. કક્ષાના રાતાતલાવ ખાતે યોજાયેલા વિજ્ઞાન પ્રદર્શનમાં સન્માન સ્વીકારતા માનપુરા  સી. આર. સી. કો.  અને બાલવૈજ્ઞાનિક બાળકો સાથે માર્ગદર્શક શિક્ષકો .
અમારી ભાચુંડા શાળાની કૃતિ ચુંબકની કમાલ  જીલ્લા કક્ષા માટે પસંદ થઇ હતી.





જીલ્લા કક્ષાના બિદડા ખાતે યોજાયેલા વિજ્ઞાન પ્રદર્શનમાં શ્રી ભાચુંડા શાળાની કૃતિ ચુંબકની કમાલ  અને બાલવૈજ્ઞાનિક જાડેજા ભાવીકાબા અને જાડેજા ધર્મિષ્ઠાબા તેમજ માર્ગદર્શક શિક્ષક ખુમાનસિંહ.









વિજ્ઞાન કૃતિ ચુંબકની કમાલ ની જીલ્લા કક્ષાના બિદડા ખાતે યોજાયેલા વિજ્ઞાન પ્રદર્શનમાં મુલાકાત લેતા માનપુરાના સી.આર.સી. કો. શ્રી પ્રતાપસિંહ સોઢા સાહેબ તેમજ સાથે કોઠારાના સી.આર.સી. કો. શ્રી નારણભાઈ પરગડુ અને અબડાસા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી રામસંગજી જાડેજા

Tuesday 7 June 2011

" ગણિત - વિજ્ઞાન પ્રદર્શન 2009 "




અમારા માનપુરા  સી. આર. સી. કક્ષાએ યોજાયેલા વિજ્ઞાનમેળામાં અમારી ભાચુંડા શાળાએ ભાગ લીધો હતો અને તાલુકા કક્ષા સુધી પહોચ્યા હતા.

જેમાં બાલવૈજ્ઞાનિક તરીકે જાડેજા ભાવીકાબા અને જાડેજા ધર્મિષ્ઠાબાએ તેમજ બીજા વિભાગમાં અમલ રાજેશ અને ગૌસ્વામી અમુલએ ભાગ લીધો હતો.

તેમજ માર્ગદર્શક શિક્ષક તરીકે ખુમાનસિંહ  અને ચેતનકુમાર રહ્યા હતા.
    







વિજ્ઞાન કૃતિની મુલાકાત લેતા તાલુકાના બી.આર.સી. કો. શ્રી એલ.કે.ગઢવી સાહેબ  અને તેમને સિદ્ધાંત સમજાવતી બાલવૈજ્ઞાનિક બાળાઓ.











વિજ્ઞાન કૃતિની મુલાકાત લેતા કોઠારાના સરપંચ શ્રી મોકાજી સોઢા તેમજ સાથે સી.આર.સી. કો. શ્રી પ્રતાપસિંહ સોઢા સાહેબ અને અન્ય સદસ્યો - તેમને સમજ આપતી  બાલવૈજ્ઞાનિક જાડેજા ધર્મિષ્ઠાબા.
 










બી. આર. સી. કક્ષાના ક્નક્પર ખાતે યોજાયેલા વિજ્ઞાનમેળામાં અમારી ભાચુંડા શાળાની કૃતિ - પરફેક્ટ પીચનું સાયન્સ  અને સાથે બાલવૈજ્ઞાનિક બાળકો.








Sunday 5 June 2011

માઈકલ કોરડા ની એક ખુબજ સરસ વાત................

'' પ્રેમ નું એક દ્રશ્ય મારી આંખ સામે હમેશા રહે છે જે મારો આદર્શ રહ્યું છે. બાંગ્લાદેશ ના રાષ્ટ્રકવિ કાઝી નાઝરુલ ઇસ્લામ વિશે એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ જોય હતી. કાઝી નાઝરુલ બહુજ ક્રાંતિકારી કવિ હતા. પ્રથમ વિશ્વયુદ્ધ લડવા પણ ગયા હતા. એ માણસે ઘણું જ સર્જન કર્યું છે. એ માણસ સાથે ખુબજ અન્યાય થયો હતો. આ ઇન્કલાબી કવિ એક હિંદુ સ્ત્રી ને પરણ્યા હતા અને પાછલી જિંદગી માં તે પાગલ થઈ ગયા હતા...... એમની પત્ની ને કમર નીચે થી પેરાલીસીસ થઈ ગયો હતો. કઈક મિત્રો ની સહાય પર તે જીવી રહ્યા હતા. તેમને કંઈજ ભાન ન હતું તે તદન પાગલ થઈ ગયા હતા.............અને એક દ્રશ્ય મેં જોયું નાઝરુલ ના પત્ની ખાટલા પર પડ્યા છે એ બેસી પણ શકતા નથી અને નાઝરુલ નીચે જમીન પર બેઠા છે. મોટી મોટી ફાટેલી આંખો, શૂન્ય આંખો, નિર્વેદ આંખો, અને સામે એક થાળી માં ભાત પડ્યા છે. પાગલ નાઝરુલ ને ખાવા નું પણ ભાન ન હતું . અપંગ પત્ની જેનાથી જરા પણ હલન ચલન નથી થતું છતાં પણ એ પાગલ પતિ ને પડખું ફરી ભાત ખવરાવે છે.....................''