" દેવી શારદાને શત શત નમન "
આપે વિદ્યા કેરું દાન માતા શારદા જો ને.
દિશે મંદિર કેવું જાણે સ્વર્ગ ના સદન જેવું,
વીણા હાથમાં સોહાય માતા શારદા જો ને.
અમે બાળકડા સૌ ઘેલા ભણીએ વહેલા,
અમને ભણતા આનંદ થાય માતા શારદા જો ને.
પૂજન કરીએ પ્રીતે ચાલો રૂડી રીતે,
ઉરે ભાવના ઉભરાય માતા શારદા જો ને.
પેલા મોરલાની પાસે બેઠા શારદા જો ને,
આપે વિદ્યા કેરું દાન માતા શારદા જો ને.
અમારી શાળા વિશે થોડુંક.................
શ્રી ભાચુંડા પ્રાથમિક શાળા
સી.આર.સી. : માનપુરા બ્લોક. : નલિયા
મુ. ભાચુંડા તાલુકો. : અબડાસા
જીલ્લો : કચ્છ પીન : ૩૭૦૬૪૫
અમારી શ્રી ભાચુંડા પ્રાથમિક શાળાની સ્થાપના ૨૯/૧૧/૧૯૫૬ ના રોજ કરવામાં આવી હતી. અમારી શાળામાં હાલ ૧ થી ૭ ધોરણ સુધીનો અભ્યાસ કાર્યરત છે.
અમારી શાળામાં દર વર્ષે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન શાળા ક્ક્ષાએ કરવામાં આવે છે. શાળાના બાળકો રમત-ગમત, ગણિત વિજ્ઞાન પ્રદર્શન જેવી અન્ય તમામ પ્રવૃતિઓમાં હોંશથી ભાગ લે છે. સાંસ્કૃતિક કાર્યક્રમ નિમિતે રમત-ગમત, ગણિત વિજ્ઞાન પ્રદર્શન ક્ષેત્રે કે અન્ય ક્ષેત્રે બાળકોએ મેળવેલ વિશિષ્ટ સિદ્ધિને બિરદાવીને સન્માન કરવામાં આવે છે. શાળાના દરેક કાર્ય માટે દાતાઓ અને ગ્રામજનો નો સંપૂર્ણ સહકાર મળે છે.
અમારી શાળા સી.આર.સી. : માનપુરાથી ૧૨ કિમી. ના અંતરે તેમજ બી.આર.સી. : નલિયાથી ૩૦ કિમી. ના અંતરે આવેલી છે.
અમારી શાળમાં હાલે ૩ શિક્ષકો કાર્યરત છે અને કુલ ૫૮ વિધાર્થીઓ છે.
શાળાના શિક્ષકોની માહિતી..............
શિક્ષક્નુ નામ :- સોઢા ખુમાનસિંહ ભુરૂભા
હોદો :- મુખ્ય શિક્ષક
જાતિ / પેટાજાતિ :- અન્ય / હિંદુ - રાજપૂત - સોઢા
અભ્યાસ :- H.S.C., P.T.C., B.A.
શાળામાં દાખલ તારીખ :- 24/06/2005
ખાતામાં દાખલ તારીખ :- 01/12/2004
જન્મ તારીખ :- 18/02/1985
વતન :- વાંકુ, તા. અબડાસા, જી. કચ્છ
શિક્ષક્નુ નામ :- નાઈ ચેતનકુમાર નારણભાઈ

શિક્ષક્નુ નામ :- નાઈ ચેતનકુમાર નારણભાઈ
હોદો :- મદદનીશ શિક્ષક
જાતિ / પેટાજાતિ :- બક્ષીપંચ / હિંદુ - નાઈ
અભ્યાસ :- H.S.C., P.T.C.
શાળામાં દાખલ તારીખ :- 02/04/2007
ખાતામાં દાખલ તારીખ :- 02/04/2007
જન્મ તારીખ :- 20/07/1986
વતન :- મહેસાણા, તા. જી.: મહેસાણા
શિક્ષક્નુ નામ :- ચૌહાણ પ્રવિણાબેન ચમનલાલ
હોદો :- મદદનીશ શિક્ષક
જાતિ / પેટાજાતિ :- બક્ષીપંચ / હિંદુ
અભ્યાસ :- H.S.C., P.T.C.
શાળામાં દાખલ તારીખ :- 29/04/2010
ખાતામાં દાખલ તારીખ :- 29/04/2010
જન્મ તારીખ :- 06/07/1984
વતન :- લીંબડી, તા.લીંબડી જી. સુરેન્દ્રનગર