શરુ કરીએ ભાચુંડાની સફર..........................
અમારા ભાચુંડા ગામની કેટલીક તસ્વીરો અહીં મુકવામાં આવી છે જેમાં ગામના પ્રવેશથી શરુ કરીને ગામના વિવિધ સ્થળોની એક ઉડતી તસ્વીર ગાથા આપ સમક્ષ મૂકી રહ્યા છીએ.................
ભાચુંડા ગામનું બસ સ્ટેન્ડ સ્વ. માધવજી હરીરામના સ્મરણાર્થે દામજી હરીરામ ભાનુશાલીના હસ્તે તા.૧૧/૧૨/૧૯૮૫ ના રોજ ગામને અર્પણ કરવામાં આવ્યું.તેની બાજુમાં જ પક્ષીઓ માટે ચબુતરો ઠા. રણછોડદાસ વેલજી ગોવિંદજીના સ્મરણાર્થે ઈ.સ.૧૯૯૩માં તેમના માતા ચાંપાબાઈ અને વિધવા ટબાબાઈએ બંધાવી આપેલ.
ભાચુંડા ગામ તાલુકા મથક નલિયાથી ૩૦ કિમી અને જીલ્લા મથક ભુજથી ૯૦ કિમી ના અંતરે આવેલું છે.
એની ભાતીગળ ભાગોળ,
પાદરે ઉભા પાળિયા
આ વાત છે ભાચુંડા ગામની. કચ્છ જીલ્લાના પશ્ચિમ છેવાડે આવેલા અને અરબસાગરના કિનારાના અબડાસા તાલુકાના નાનકડા ગામની. નાયરો નદીના ઉતર કિનારે વસેલું છે ભાચુંડા ગામ. આજથી આશરે પાંચસો વર્ષ પહેલા લાખીયારવીરા ગાદીથી છુટા પડીને જામ ભાણજીએ ગામનું તોરણ બાંધ્યું. કદાચ જામ ભાણજીના નામ પરથી જ આ ગામનું નામ ભાચુંડા પડ્યું હશે એવું માનવામાં આવે છે.
આ ગામમાં તે સમયથી જ ક્ષત્રિયો,બારોટ, મહેશ્વરી, ભાનુશાલી,ગૌસ્વામી, મુસ્લિમ તેમજ અન્ય જ્ઞાતિના લોકો વસે છે. ગામના પાદરમાં સતીમાની દેરીઓ અને પાળિયા આવેલા છે. ગામલોકો આદરપૂર્વક તેમની પૂજા કરે છે. સૌ ગામલોકો સંપથી હળીમળીને રહે છે. આ ગામની વસ્તી હાલમાં આશરે ૫૩૨ છે. ઉપરાંત વાડીવિસ્તારમાં શીખ લોકોની વસ્તી પણ છે.
શ્રી ભાચુંડા પ્રાથમિક શાળા
ગામની સ્વતંત્ર પાણી યોજના
શ્રી ભાચુંડા ગ્રામ પંચાયત દ્વારા ૨૦૦૯/૧૦ માં આ ચબુતરાનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું. ચબુતરા પર રાષ્ટ્રીય પક્ષી મોર ની પ્રતિમા છે કેમકે ભાચુંડા ગામમાં મોર ની વસ્તી વિપુલ પ્રમાણમાં છે.
ભાચુંડા ગામ થી ઉતરે ૧ કિમી. જેટલા અંતરે આવેલ લગભગ પોણા ચારસો વર્ષ જુનું આ શ્રી બિલેશ્વર મહાદેવનું મંદિર પ્રકૃતિ ના સાનિધ્ય વચ્ચે પરમશાંતિ અને પરમઆનંદ ના ધામ સ્વરૂપ છે.

ગામના બસ સ્ટેન્ડની સામે જ સુંદર તળાવ આવેલું છે. આ તળાવના કિનારે સતીમાની દેરી આવેલી છે. જે તેમના સમપર્ણની સાક્ષી પૂરે છે. આ તળાવનું પાણી વર્ષોથી પીવા માટે વપરાય છે. આ તળાવ છેલ્લે ઈ.સ.૧૯૯૩ માં સંપૂર્ણ ખાલી થયેલ.
ભાચુંડાનો સમૃદ્ધ વાડી વિસ્તાર જ્યાં દર વર્ષે ખેતીના વિવિધ પાકોનું મબલખ ઉત્પાદન થાય છે. અહીં કપાસ,ઘઉં, ઇસબગુલ, મગફળી, સુરજમુખી, બાજરી, મગ, જેવા પાકો લેવામાં આવે છે. અહીં શીખ લોકો સારા પ્રમાણમાં ખેતી કરે છે અને મજૂરી માટે પરપ્રાંતીય લોકો પણ આવે છે.

શ્રી ભાચુંડા ગ્રામ પંચાયત કાર્યાલય જે અદ્યતન સેવા વડે સજ્જ છે. અહીં ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ છે અને ઈ - ધરાના કાર્યો પણ કરવામાં આવે છે. શ્રી ભાચુંડા ગ્રામ પંચાયત સમરસ પંચાયત છે. સરપંચનો કાર્યભાર શ્રીમતી ફાતિમાબાઈ મંધરા સંભાળે છે. જયારે શ્રી હર્ષદભાઈ ચૌધરી તલાટી - મંત્રીની ફરજ બજાવે છે. બન્નેનો ગામના વિકાસમાં મહત્વનો ફાળો છે. ગામમાં સી.સી.રોડ, સોલાર રોડલાઈટ તેમજ અન્ય ખેતી અને મજૂરીને લગતા વિકાસ કાર્યો સારી રીતે હાથ ધરવામાં આવ્યા છે.
શ્રી ભાચુંડા ગ્રામ પંચાયત દ્વારા ૨૦૦૯/૧૦ માં આ ચબુતરાનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું. ચબુતરા પર રાષ્ટ્રીય પક્ષી મોર ની પ્રતિમા છે કેમકે ભાચુંડા ગામમાં મોર ની વસ્તી વિપુલ પ્રમાણમાં છે.
શ્રી બિલેશ્વર મહાદેવ શિવલિંગની વિશેષતા તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે.
ગામની મસ્જિદ
ભાનુશાલી મહાજનવાડી

ગામની પ્રાચીન ધર્મશાળા ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે.

તળાવના કિનારે આવેલી સતીમાની દેરી

ગામના બસ સ્ટેન્ડની સામે જ સુંદર તળાવ આવેલું છે. આ તળાવના કિનારે સતીમાની દેરી આવેલી છે. જે તેમના સમપર્ણની સાક્ષી પૂરે છે. આ તળાવનું પાણી વર્ષોથી પીવા માટે વપરાય છે. આ તળાવ છેલ્લે ઈ.સ.૧૯૯૩ માં સંપૂર્ણ ખાલી થયેલ.
અસાંજે તરાજો મેઠો પાલર પાણી